જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તે જમ્મુ-કાશ્મીર પરત ફરીને પોતાની પાર્ટી બનાવશે. આઝાદે ભાજપમાં જોડાવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, મારા વિરોધીઓ છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે હું ભાજપમાં જાઉં છું. અફવાઓ ફેલાવનારાએ મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધો હતો.